Song: પાપ તારું પરકાશ જાડેજા (Gujarati)
Movie: Jesal Toral (1971)
Singer: Diwaliben Bhil and
Ismail Valera
Music Director: Avinash Vyas
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે તોરલ કહે છે જી.
"Confess your sins Jadeja, safeguard your Dharma.
I'll not let your boat sink," says Toral. (Refrain)
તોડી સરોવર પાળ, સતી મેં તોડી સરોવર પાળ રે
ગૌધન તરસ્યાં વાળીઆં, તોરલદે રે જેસલ કહે છે જી.
(પાપ તારું પરકાશ...)
"I broke the lake's embankment, O Sati,
I broke the lake's embankment.
The cows returned thirsty,"
Jesal Jadeja says to Toral.
("Confess your sins...")
હરણ હર્યાં લખચાર, સતી મેં હરણ હર્યાં લખચાર રે
વનના મોર્લા મારીઆ, તોરલદે રે જેસલ કહે છે જી.
(પાપ તારું પરકાશ...)
"I massacred four hundred thousand deers, O Sati,
I massacred four hundred thousand deers.
I hunted the peacocks of the forest,"
Jesal Jadeja says to Toral.
("Confess your sins...")
લૂંટી કુંવારી જાન, સતી મેં લૂંટી કુંવારી જાન રે
સાત વીશું મોડબંધા મારીઆ, તોરલદે રે જેસલ કહે છે જી.
(પાપ તારું પરકાશ...)
"I looted a virgin bride's cavalcade, O Sati,
I looted a virgin bride's cavalcade;
I exterminated seven score bridegrooms,"
Jesal Jadeja says to Toral.
("Confess your sins...")
ગોંદરેથી વાળેલ ગાય, સતીમેં ગોંદરેથી વાળેલ ગાય રે
બેન ભાણેજા દુભિયા, તોરલદે રે જેસલ કહે છે જી.
(પાપ તારું પરકાશ...) .
"I stole cows from the pasture, O Sati,
I stole cows from the pasture;
I harmed my sister and nephews,"
Jesal Jadeja says to Toral.
("Confess your sins...")
જેટલા મથેજા વાળ, સતી રાણી જેટલા મથેજા વાળ રે
એટલાં કુકર્મો મેં કર્યાં, તોરલદે રે જેસલ કહે છે જી.
(પાપ તારું પરકાશ...)
"As many hairs on the head, O Sati Queen, as many hairs on the head;
Those many evil deeds have I executed,"
Jesal Jadeja says to Toral.
("Confess your sins...")
બોલ્યા જેસલ પીર, સતી રાણી બોલ્યા જેસલ પીર રે
મને સંત ચરણમાં રાખજો, તોરલદે રે જેસલ કહે છે જી.(પાપ તારું પરકાશ...)
"Spoke Jesal Pir," Sati Queen said, "spoke Jesal Pir."
"Keep me at the feet of the saints,"
Jesal Jadeja says to Toral.
("Confess your sins...")
Symbolism:
Confession is a heroic act of unconditional surrender to the Divine.
Jesal Jadeja became a Pir (Mahatma) by revealing his sins publicly as enjoined by Sati Toral.
Says Rumi, "The wound is the place where the light enters you." Hence, by exposing one's sins, akin to a deep wound, light enters us to redeem our Divinity.